એક સાધુને વર્તમાન શિક્ષણ પદ્ધતિ પર આધારિત કટાક્ષ કરતા સાંભળેલા કે…

ભણવામાં જે વિદ્યાર્થીઓ ખૂબ જ હોશીયાર હોય છે તેઓ સાયન્સ લે છે.

જે થોડા ભણવામાં મધ્યમ હોય છે તે કોમર્સ લે છે.

જે વિદ્યાર્થીઓ ભણવામાં સામાન્ય હોય છે તે આર્ટ્સ લે છે.

જે વિદ્યાર્થીઓ ભણવામાં અરુચિ ધરાવતા હોય તેઓ શાળાકીય અભ્યાસ દરમ્યાન જ ભણવાનું છોડી દે છે.

હવે જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશીયાર છે તેઓ સાયન્સ બાદ એમ.ટેક. (એન્જીનીયરીંગ) કરે છે.

જે વિદ્યાર્થીઓએ કોમર્સ લીધુ છે તે બી.કોમ. એમ.બી.એ. કરે છે અને એમ.ટેક.વાળા તેઓની નીચે કામ કરે છે.

જે વિદ્યાર્થીઓએ આર્ટ્સ લીધુ છે તેઓ આઈ.એ.એસ. કરે છે જેની નીચેએમ.બી.એ. વાળા કામ કરે છે.

જે વિદ્યાર્થીઓએ શાળાકીય અભ્યાસ વચ્ચે જ છોડી દીધો છે તેઓ રાજકારણમાં જાય છે. જેઓની નીચે આઈ.એ.એસ વાળા કામ કરે છે.

અને જે લોકોએ શાળાનું પગથીયું પણ નથી જોયું તેઓ સાધુ બને છે અને આવા સાધુની વિચારધારા નીચે રાજકારણીઓ કામ કરે છે !!

આપણે વિશાળ દ્દષ્ટિકોણથી વિચારીએ તો કદાચ આ વાતો સાચી લાગે ! પરંતુ જ્યારે આગામી નવી શિક્ષણ પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો આવી કટાક્ષમય વાતને નિવારી શકાય તેવું સુંદર સ્વરુપ તેમાં જોવા મળશે.

દેશની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી નવા ફેરફાર કરવામાં આવ્યા. નવી શિક્ષણ નીતીમાં સ્કૂલ બેગ, પ્રિ-પ્રાઈમરી ક્લાસિસથી લઈને બોર્ડની પરીક્ષાઓ, રિપોર્ટ કાર્ડ્સ, યુ.જી. એડમિશનની પદ્ધતિઓ, આ બધુ જ બદલાયું છે. 10+2ની પદ્ધતિને જ્યારે 5+3+3+4 ની નવી પેટર્નમાં ફેરવવામાં આવેલ છે જેમાં સ્થાનિક ભાષા પણ મહત્વની બની છે નવી પદ્ધતિના આખારી ચાર વર્ષની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો ધોરણ- 9 થી 12 ને સેમેસ્ટર પદ્ધતિમાં ફેરવવામાં આવશે.

બોર્ડની પરીક્ષા સરળ રહેશે તેમજ કેટલાક રાજ્યો ધો-10ની બોર્ડની પરીક્ષા દૂર પણ કરી શકે છે. ધોરણ-12 પછી જ્યારે ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે ત્યારે ત્યાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિભાગો અને વિષયોના બંધનોમાંથી મુક્ત થઈ અને ચાર વર્ષ દરમ્યાન મનપસંદ વિષય સાથે ભણી શકશે. આમ, Multi Entry અને Multi Exit સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓ એક કરતા વધુ ડીગ્રી અને વિષયોમાં નિષ્ણાંત બની શકશે. ધોરણ-12 પછી કોલેજ એડમીશન માટે CAT (કોમન એપ્ટીટ્યૂડ ટેસ્ટ) અને બોર્ડના માર્કસને પ્લસ કરી મેરીટ બનશે. વિદેશી ભાષાને પણ માધ્યમિક લેવલે મહત્વ આપવાનું રહેશે.

ઈન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજના ઘ-0 યુનિટમાં નવી શિક્ષણ પદ્ધતિને અનુરુપ અભ્યાસ પદ્ધતિમાં પરિવર્તનો કરેલા છે !અંગ્રેજી માધ્યમના 9 થી 12 ધોરણનું સફળ અને સંયુક્ત યુનિટ ચાલશે જેમાં ઉચ્ચ શિક્ષણ અને અનુભવ ધરાવતા હાયર સેકન્ડરીના શિક્ષકો દ્વારા સેકન્ડરી સેક્શનનું શૈક્ષણિક સંચાલન થશે.

9 થી 12માં મનપસંદ વિષય ભણી શકાશે.

બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન જ આપવામાં નહિ આવે પરંતુ કળા, ક્વિઝ, રમત-ગમત અને વ્યવસાયિક શિલ્પ સાથે જોડાયેલા ગતિવિધિઓ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઓફલાઈન શિક્ષણની સાથે ઓનલાઈન અભ્યાસક્રમને આધારે શિક્ષણ આપશે.

વોકેશનલ કોર્સ અને સંબંધિત ઈન્ટર્નશીપના સંદર્ભમાં માહિતગાર કરાશે.

ફોરેન લેંગ્વેજ માર્ગદર્શન આપવામાં આવશે.

નાના ગ્રુપમાં શિક્ષણ જેથી વ્યક્તિગત ધ્યાન રાખી શકાય.

ડીજીટલ મોડ્યુલ્સ દ્વારા શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત માર્ગદર્શન.

આમ, આગામી નવી શિક્ષણ પદ્ધતિને અનુસરતું શિક્ષણ આપી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સર્વવ્યાપી શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરેલ છે.

Dr. Pradip K. Gaglani

Founder and Trustee

(Infocity Junior Science College, Gh-0)

9 comments on “New Education System 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X