
નવી શિક્ષણનીતિની જાહેરાત સાથે જ કોરોના મહામારીનું આગમન સમાંતર રીતે થયું. તેને કારણે અનેક સમસ્યાઓ તથા કેટલાક સમાધાનના સ્વરુપોએ વર્તમાન શિક્ષણ પદ્ધતિ પર અસર કરી.
કોરોના મહામારીને કારણે શિક્ષણનો એક વૈકલ્પિક માર્ગ ખુલ્લો થયો જેને “ઓનલાઈન શિક્ષણ” કહીએ છીએ. પરંતુ આપણે બધાએ કોરોનાના ભયને કારણે ઓફલાઈન શિક્ષણની અનિવાર્યતા ભુલી જઈ, ઓનલાઈન શિક્ષણને સ્વિકારી લીધુ. ઓનલાઈન શિક્ષણને વાસ્તવિક રીતે ઉત્પન્ન થયેલી સમસ્યાનું ટેમ્પરરી સમાધાન છે. તેને કાયમી સોલ્યુશન સમજી વિદ્યાર્થીઓને શિક્ષિત ન કરી શકાય તેમજ શિક્ષણથી વંચિત પણ ના રાખી શકાય. તેથી ભયભીત થઈને વાલીઓએ, શિક્ષણશાસ્ત્રીઓએ શિક્ષણની પરંપરાગત પદ્ધતિને અવરોધવી ન જોઈએ.
કેટલાક વાલીઓ દ્ઢ પણે માને છે કે બાળકના જીવનના ભોગે શિક્ષણ નથી મેળવવું તેથી જ આજે ગ્રામ્ય વિસ્તારના આશરે 37 % વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનું જ છોડી દીધું !! વિદ્યાર્થીઓના જીવનનું આ કેટલુ મોટુ નુકશાન છે !
સમાજમાં આસપાસનું વાતાવરણ સામાન્યતઃ થતું આપણે જોઈ રહ્યા છીએ છતાં જ્યારે બાળકને શાળાએ મોકલવાની વાત આવે ત્યારે વાલીઓનો વિશાળ વર્ગ ભયભીત થઈને બાળકોને કોઈ પણ સંજોગોમાં શાળાએ મોકલવાનો ઈન્કાર કરે છે.
શિક્ષણ પ્રત્યેની એટલી સમજ વિદ્યાર્થીઓમાં નથી હોતી કે જેથી વર્ગખંડમાં શિસ્તબદ્ધ વાતાવરણમાં શિક્ષકની પ્રત્યક્ષ હાજરીમાં જે એકાગ્રતાથી શિક્ષણ મેળવે તેટલી જ એકાગ્રતાથી ઓનલાઈન શિક્ષણ પણ મેળવી શકે. ઘરના વાતાવરણને વર્ગખંડના વાતાવરણમાં ફેરવવું અશક્ય જ છે. તેથી વાસ્તવિકતાને સમજી, ભય દૂર કરી વિદ્યાર્થીને શાળા શિક્ષણ મેળવતો કરવો તે જ ઉત્તમ માર્ગ છે.
આપણે શિક્ષણના મુલ્યને કેટલું સામાન્ય સમજી રહ્યા છીએ !! કેટલાક વાલીઓએ કોરોનાના ભયને કારણે નજીકની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શિક્ષણનું સમાધાન શોધી લીધું. કોરોનાના પ્રકોપના ભયે ગ્રામ્ય વિસ્તારના 70% વાલીઓએ આ માર્ગ અપનાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને નવો માર્ગ આપ્યાનો સંતોષ લીધો. ઓનલાઈન શિક્ષણથી શિક્ષિત બાળકો, માસ પ્રમોશનથી આગળના વર્ગમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ, સરકારી શાળામાં શિક્ષિત થતાં બાળકો વગેરે ભવિષ્યમાં શિક્ષણને કેવી અસર કરશે તે સમજી શકાય તેમ છે. આમ છતાં આપણે વિદ્યાર્થીઓ પાસે તો હંમેશા એવી જ અપેક્ષા રાખીશું કે તે તેઓની દરેક પરીક્ષામાં 99% પરિણામ લાવે !! વાલીઓની અપેક્ષાઓ પણ ક્યારેક વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર કરતી હોય છે જેની ચર્ચા આગામી બ્લોગમાં કરીશું.
Dr. Pradip K. Gaglani
Founder and Trustee
(Infocity Junior Science College, Gh-0)
Very True,
Respected Dr. Gaglanisir..
Your blogs are working as an eye-opener.
Thank you sir for finding time to address such sensitive topics.
Good information about our new education policy
Thank you sir
Now a days this situation going on ..
This blog is very useful for students