શિક્ષણની જ્યારે સદીઓ પહેલાની પરંપરા સાથે તુલના કરીએ તો આજ ના માતા-પિતા અથવા દાદા-દાદીના શૈક્ષણિક યુગ પર નજર નાખવા જેવી છે.

જે તે સમયે શિક્ષણનો મુખ્ય હેતુ ફક્ત અક્ષરજ્ઞાન પુરતો જ મર્યાદિત હતો જ્યારે રોજગાર કે પોતાના કેરીયર સંબંધિત ચિંતાઓ નહિવત્ હતી કારણ કે તે બધું વારસાગત ચાલતું. આ ઉપરાંત વ્યક્તિઓની કોઈ ચોક્કસ પ્રકારની જ કામગીરી કરવાની પસંદગી કે માનસિકતા ન હોવાથી દરેક પ્રકારના કાર્યમાં જોડાઈ ને પોતાના રોજગાર માટે તે કાર્યને પસંદ કરી લેતા.

આ બધુ જ એટલું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું કે, વર્તમાન સ્થિતિની સાપેક્ષ એ સમયની પરિસ્થિતિ શાંતિ, સંતૃપ્તિ, સહકાર અને સહયોગ સાથે સફળ જોવા મળતી હતી.

વર્તમાન શિક્ષણમાં જાણે અપેક્ષાઓનું ઘોડાપુર જોવા મળે છે. વિદ્યાર્થીઓને ચોક્કસ શાળામાં બેસાડવામાં આવે છે ત્યારથી જ અપેક્ષાઓ શરુ થઈ જાય છે. શાળા પ્રત્યેની અપેક્ષાઓ, આચાર્ય પ્રત્યેની અપેક્ષાઓ, વર્ગશિક્ષક પ્રત્યેની અપેક્ષાઓ, શિક્ષકો પ્રત્યેની અપેક્ષાઓ, વહીવટી અપેક્ષાઓ, વિદ્યાર્થીઓ પ્રત્યેની અપેક્ષાઓ, વાલી પ્રત્યેની અપેક્ષાઓ અને સરકાર પ્રત્યેની અપેક્ષાઓ !!  સાથે રોજગાર લક્ષી અપેક્ષાઓ !!

આ બધી જ અપેક્ષાઓ વચ્ચે શિક્ષણના હેતુઓ જ ભુલાઈ જાય છે અને અપેક્ષાઓના સંઘર્ષ શરુ થઈ જાય છે !

શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી છે. અને તેનું ઉચ્ચ શિક્ષણ આપવાની અપેક્ષા સાથે વાલી જ્યારે તેને શાળામાં પ્રવેશ અપાવે છે ત્યાંથી વાલીના જીવનનું મુખ્ય ધ્યેય માત્ર અને માત્ર પોતાના સંતાનનું શિક્ષણ બની જાય છે.

તેની કલ્પનામાં પોતાના સંતાનનું આનંદમય જીવન શિક્ષણથી જ પ્રાપ્ત થશે એ હોય છે તેથી શિક્ષણમાં પોતાના સંતાનની રુચિ કેટલી છે તે જોવાનું અવગણી અને સંતાન સાથેના સહ અધ્યાયીઓ સાથે તુલના કરવામાં જ લાગી જાય છે. અને દરેક વખતે તેના માર્કસ બીજાની સાપેક્ષ શા માટે ઓછા આવે છે ! તેની ફરિયાદ સાથે જ ચિંતામય જીવન જીવતા રહે છે. સ્વયં નિરાશામય બને છે સાથે સંતાનને પણ શિક્ષણ પ્રત્યે ઘૃણા પેદા કરાવે છે ! આવી અનેક અપેક્ષાઓ અને તેના નિરાકરણની ચર્ચા આગામી બ્લોગમાં કરીશું…

Dr. Pradip K. Gaglani

Founder and Trustee

(Infocity Junior Science College, Gh-0)

2 comments on “Education and Expectations

  1. So nicely explained sir. It is very important for parents to understand the interest of student. When comparison of marks is done by parents it makes student feel inferior. Parents can give their support through positive words, positive attitude and confidence in student’s ability.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X